શ્રાદ્ધ શું છે? શ્રાદ્ધ નું મહત્વ, શ્રાદ્ધમાં શું કરવું જોઈએ ?
પિતૃદોષથી મુક્તિ મેળવાવનો યોગ્ય સમય હોય છે પિતૃપક્ષ. હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ પિતૃઓને પ્રસન્ન કરવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવેલ શ્રાદ્ધકર્મ અને દાન-તર્પણથી પિતૃઓને તૃપ્તિ પ્રાપ્ત થાય છે. તેઓ ખુશ થઈને પોતાના વંશજોને સુખી અને સંપન્ન જીવન જીવવાના આશીર્વાદ આપે છે. આ વખતે શ્રાદ્ધ 25 સપ્ટેમ્બરે શરૂ થઈ રહ્યા છે. શ્રાદ્ધ દ્વારા આપણે પોતાના પિતૃઓને યાદ કરીએ છીએ અને તેમની આત્માની શાંતિ માટે ધાર્મિક કાર્ય કરીએ છીએ.
ધર્મગ્રંથો પ્રમાણે શ્રાદ્ધના સોળ દિવસમાં લોકો પોતાના પિતૃઓને જળ આપે છે તથા તેમની મૃત્યુતિથિ ઉપર શ્રાદ્ધ કરે છે. એવી માન્યતા છે કે પિતૃઓનું ઋણ શ્રાદ્ધ દ્વારા ચુકવવામાં આવે છે. વર્ષના કોઈપણ મહિના તથા તિથિમાં સ્વર્ગવાસી થયેલા પિતૃઓ માટે પિતૃપક્ષની એ તિથિએ શ્રાદ્ધ કરવાનું કહેવામાં આવે છે.
શ્રાદ્ધ કર્મ માટે શું શું જરૂરી છે ?
શ્રાદ્ધ સાથે જોડાયેલી એવી વાતે જે ખૂબ જ ઓછા લોકો જાણે છે પરંતુ આ વાતો શ્રાદ્ધ કરતા પહેલા જાણી લેવી ખૂબ જ જરૂરી છે કારણ કે અનેક વાર વિધિપૂર્વક શ્રાદ્ધ ન કરવાથી પિતૃઓ શ્રાપ આપી દે છે. આજે અમે તમને શ્રાદ્ધ સાથે જોડાયેલી ખાસ વિશેષ વાતો બતાવી રહ્યા છીએ તે આ પ્રકારે છે-
-શ્રાદ્ધકર્મમાં ગાયનું ઘી, દૂધ અને દહીં કામમાં લેવું જોઈ. એ ધ્યાન રાકવું કે ગાયનું બચ્ચુ થયે 10 દિવસથી વધુ થઈ ચૂક્યા હોય. દસ દિવસની અંદરના બચ્ચાને જન્મ આપનારી ગાયનું દૂધનો ઉપયોગ શ્રાદ્ધ કર્મમાં ન કરવો જોઈએ.
-શ્રાદ્ધમાં ચાંદીના વાસણોનો ઉપયોગ અને દાન પુષ્યદાયક હોય છે સાથે જરાક્ષસોને નાશ કરનાર પણ હોય ચે. પિતરો માટે ચાંદીના વાસણોમાં માત્ર પાણી આપવામાં આવે તો પણ તે અક્ષય તૃપ્તિકારક હોય છે.પિતૃઓ માટે અર્ધ્ય,પિંડ અને ભોજનના વાસણ પણ ચાંદીના હોયતો વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
શ્રાદ્ધ કરવાના ખાસ નિયમો હોય છે. શ્રાદ્ધા જે તિથિમાં જે પરિજનનું મૃત્યુ થયું હોય તે તિથિએ તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ કર્મ પૂર્ણ વિશ્વાસ, શ્રદ્ધા અને ઉત્સાહની સાથે મનાવવું જોઈએ. પિતૃઓ સુધી આપણું દાન જ નહીં પણ આપણો ભાવ પણ પહોંચવો જોઈએ.
અમાસે કરવામાં આવે આ લોકોનુંશ્રાદ્ધ-
જે લોકોનું અકાળ મૃત્યું થયું હોય અને યોગ્ય જાણકારી ન હોય તેમને અમાસની તિથિએ શ્રાદ્ધ કરવું જોઈએ. સાપ કરડનાથી થયેલું મૃત્યું અને બીમારીઓમાં, જેમું આગમાં મૃત્યુ થયું હોય કે જેમના અંતિમ સંસ્કાર થયા ન હોય તેમનું શ્રાદ્ધ પણ અમાસે કરવામાં આવે છે.
મૃત્યુને પ્રાપ્ત પરણિત સ્ત્રીઓનું શ્રાદ્ધ-
પતિ જીવિત હોય અને પત્ની મૃત્યુ પામે હોય તો એવી મહિલાનું શ્રાદ્ધ નવમી તિથિએ કરવામાં આવે છે. જેને માતૃ નવમી કહે છે. આ દિવસે મહિલાઓને ભોજન કરાવાય છે.
એકાદશીનુંશ્રાદ્ધ–
એકાદશીમાં એ લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે, જેમને સંન્યાસ લઈ લીધો હોય, તે સિવાય જેમનું મૃત્યું આ તિથિએ થયું હોય તેમનું પણ શ્રાદ્ધ આ તિથિએ થાય છે.
પિતૃપક્ષથી એક દિવસ પહેલાં પૂનમ તિથિએ અગસ્ત મુનિ અને દેવતાઓની પૂજા કરવામાં આવે છે, આ દિવસે તેમના નામથી તર્પણ કરવામાં આવે છે. આ તિથિ આ વર્ષે 24 સપ્ટેમ્બર છે. 25 તારીખે બપોરથી પિતૃઓનું શ્રાદ્ધ શાસ્ત્રો પ્રમાણે ઉચિત રહેશે.
જુઓ 2019 માં શ્રાદ્ધ તિથિઓ-
તારીખ 13/9/2019 શુક્રવારથી ચાલુ થાય છે.
(1) પૂનમનું શ્રાદ્ધ
13/9/2019, શુક્રવાર
(2) એકમ નું શ્રાદ્ધ
14/9/ 2019, શનિવાર.
(3) બીજ નું શ્રાદ્ધ
15/9/ 2019,રવિવાર.
(4) ત્રીજ નું શ્રાદ્ધ
17/9/ 2019, મંગળવાર.
(નોંધ:- તારીખ 16/9/2019 ને સોમવારે કોઈ શ્રાદ્ધ નથી)
(5) ચોથ નું શ્રાદ્ધ 18/9/2019, બુધવાર.
(6) પાંચમ નું શ્રાદ્ધ 19/9/2019, ગુરૂવાર.
(7) છઠ નું શ્રાદ્ધ
20/9/2019, શુક્રવાર.
(8) સાતમ નું શ્રાદ્ધ 21/9/2019, શનિવાર.
(9) આઠમ નું શ્રાદ્ધ 22/9/2019, રવિવાર.
(10) નોમ નું શ્રાદ્ધ 23/9/2019, સોમવાર.
(11) દસમ નું શ્રાદ્ધ 24/9/2019, મંગળવાર.
(12) અગીયારસ નું શ્રાદ્ધ તથા બારસ નું શ્રાદ્ધ 25/9/2019, બુધવાર.
(13) તેરસ નું શ્રાદ્ધ 26/9/2019, ગુરૂવાર.
(14) ચૌદસ નું શ્રાદ્ધ 27/9/2019, શુક્રવાર.
નોંધ :-
સર્વ પિત્રુ અમાસ
28/9/2019, શનિવાર.
એક વરસમાં તમે કયા ક્યાં સમયે શ્રાદ્ધ કરી શકો?
શાસ્ત્રો પ્રમાણે પોતાના પિતૃગણોનું શ્રાદ્ધ કર્મ કરવા માટે એક વર્ષમાં 96 તકો મળે છે. જેમાં વર્ષમાં 12 મહિનાની અમાસ તિથિએ શ્રાદ્ધ કરી શકાય છે. વર્ષની 14 મન્વાદિ તિથિઓ, 12 વ્યુતિપાત યોગ, 12 સંક્રાંતિ, 13 વૈધૃતિ યોગ અને 15 મહાલય સામેલ છે. જેમાં પિતૃપક્ષનું શ્રાદ્ધ કર્મ ઉત્તમ ગણાય છે.
નિર્ણયસિંધુગ્રંથપ્રમાણેશ્રાદ્ધમાં 3 વસ્તુઓહોવીખૂબજરૂરીછેઅનેકેટલાપ્રકારનાહોયછેશ્રાદ્ધ?
આપણા ધર્મગ્રંથોમાં શ્રાદ્ધના પણ અનેક પ્રકાર બતાવ્યા છે. આ બધાનું મહત્વ પણ અલગ-અલગ છે. ભવિષ્ય પુરાણ પ્રમાણે શ્રાદ્ધ 12 પ્રકારના હોય છે જે આ પ્રકારે છે –
- નિત્ય શ્રાદ્ધ : જેમાં કોઈપણ વ્યક્તિ અન્ન, જળ, દૂધ, કુશ, પુષ્પ અને ફળ થી દરરોજ શ્રાદ્ધ કરીને પોતાના પિતૃઓને પ્રસ્સન કરી શકે છે.
2. નૌમિત્તક શ્રાદ્ધ: વિષેશ અવસરે એટલે કે પિતાના મૃત્યુ તિથિના દિવસે આ શ્રાદ્ધ કરાય છે. તેમાં વિશ્વદેવાની પૂજા નથી કરવામાં આવતી પણ ફક્ત એક જ પિંડનું દાન કરવામાં આવે છે.
3. કામ્ય શ્રાદ્ધ: કોઈ કામના વિશેષ એટલે કે પુત્રપ્રાપ્તિની કામના હોય તો પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે.
4. વૃદ્ધિ શ્રાદ્ધ: ઘરની સુખ સમૃદ્ધિ વધારવા અને ઘર પરિવારનું સૌભાગ્ય વધારવા માટે વૃદ્ધિ શ્રાદ્ધ કરવામાં આવે છે.
5. સપંડિન શ્રાદ્ધ: આ ચાર પાત્રમાં – પ્રેતાત્મા, પિતાત્મા, દેવાત્મા તથા એ અજ્ઞાત આત્માઓ કે જેના વિષે આપણે જાણતા નથી, તેમના માટે કરાય છે.
6. પાવર્ણ શ્રાદ્ધ: પિતા, દાદા, પરદાદા, દાદી, પરદાદી, સપત્નિકના નિમિત્તે કરવામાં આવે છે. જેમાં બે વિશ્વદેવાની પૂજા કરવામાં આવે છે.
7. ગોષ્ઠિ શ્રાદ્ધ: સમયે- સમયે જયારે પરિવારના બધા જ સભ્યો ભેગામળીને જે સમયે શ્રાદ્ધ કરે છે તેને ગોષ્ઠિ શ્રાદ્ધ કહેવામાં આવે છે.
8. કર્માંગ શ્રાદ્ધ: પરિવારમાં જયારે વિશેષ સંસ્કારનો અવસર હોય છે ત્યારે આ પ્રકારનું શ્રાદ્ધ કરવામાં આવે છે.
9. શુદ્ધયર્થ શ્રાદ્ધ: પરિવારમાં કોઈ અશુભ પ્રસંગ બન્યા પછી આ શ્રાદ્ધ પરિવારની શુદ્ધતા માટે કરવામાં આવે છે.
10. તીર્થ શ્રાદ્ધ: જયારે સહપરિવાર કોઈ તીર્થયાત્રાએ જાય છે ત્યારે તીર્થમાં જઈએ ત્યારે આ શ્રાદ્ધ કરવામાં આવે છે.
11. યાત્રાર્થ શ્રાદ્ધ: કોઈ વિશેષ યાત્રા કરવાની હોઈ તો તે પેહલા આ શ્રાદ્ધ યાત્રાની સફળતામાટે કરવામાં આવે છે.
12. પુષ્ટયર્થ શ્રાદ્ધ: સ્વાસ્થ્ય, સુખ-સમૃદ્ધિ માટે ત્રયોદશી, મઘા નક્ષત્ર, વર્ષાઋતુ અને આસો માસના કૃષ્ણપક્ષ ના દિવસે આ શ્રાદ્ધ કરવાનું એકદમ ઉત્તમ રહે છે.
નિર્ણયસિંધુ પ્રમાણે – દૌહિત્ર(પુત્રીનો પુત્ર), કુતપવેલા(મધ્યાહનનો સમય) અને 3-કાળા તલ આ શ્રાદ્ધમાં અત્યંત પવિત્ર છે અને ક્રોધ, અધ્વગમન(યાત્રા) તથા શ્રાદ્ધ કરવામાં શીઘ્રતા આ ત્રણ વર્જિત છે. આથી કાળા તલનો પ્રયોગ શ્રાદ્ધમાં જરૂર કરવો જોઈએ.
અઠવાડિયાના કયાં વારે શ્રાદ્ધ કરવાથી શું ફળ મળે છે?
કૂર્મ પુરાણ પ્રમાણે શ્રાદ્ધ પક્ષ સિવાય પણ પિતૃઓની પ્રસન્નતા માટે રોજ શ્રાદ્ધ કરવું જોઈએ. કયા દિવસે શ્રાદ્ધ કરવાથી કયું ફળ મળે છે તે જાણો-
રવિવારે શ્રાદ્ધ કરવાથી સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.
સોમવારે શ્રાદ્ધ કરવાથી સૌભાગ્યમાં વધારો થાય છે.
મંગળવારે શ્રાદ્ધ કરવાથી બધા કામ સફળ થાય છે.
બુધવારે શ્રાદ્ધ કરવાથી બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે.
ગુરુવારે શ્રાદ્ધ કરવાથી મનચાહ્યું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
શુક્રવારે શ્રાદ્ધ કરવાથી ધનલાભ થાય છે.
શનિવારે શ્રાદ્ધ કરવાથી ઉંમર વધે છે.

Please upload Arjun Geeta with lyrics and thanks for the Yamunastak and important information about shrad.